Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મડાગાસ્કરમાં પસાર થયું બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાનું બિલ

માનવાધિકાર સંગઠનોએ આ બિલનો કર્યો વિરોધ

dharmendravaghela by dharmendravaghela
2024-02-16 13:45:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક નાનકડા દેશે એવો સંગીન કાયદો બનાવ્યો છે કે જેને કારણે આવા અપરાધોની સંખ્યા ઘમી ઘટી જશે. ટાપુ દેશ મડાગાસ્કરમાં બાળકો પર બળાત્કાર કરનારાઓને કાસ્ટ્રેશન (નપુંસક બનાવી દેવા)ની સજા આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. માનવાધિકાર સંગઠનોએ આ બિલનો વિરોધ કર્યો છે. ગયા અઠવાડિયે આ બિલને ઉપલા ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે આ કાયદાને ‘ક્રૂર, અમાનવીય અને અપમાનજનક’ ગણાવ્યો છે.
દેશના ઉપલા ગૃહ સેનેટે હાલમાં આ બિલ પાસ કર્યું હતું. આ બિલમાં બાળ બળાત્કારીઓને કેમિકલ અને સર્જરી દ્વારા નપુંસક બનાવવાની જોગવાઈ છે. સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી આ બિલને પહેલા જ પાસ કરી ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર મડાગાસ્કરમાં હાલની સંસદના 134 સાંસદો અને ધારાસભ્યો મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસનો સામનો કરી રહ્યા છે. આ ગુનાઓમાં છેડતી, સગીર છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે ખરીદવાથી લઇને બળાત્કાર સુધીના કેસો સામેલ છે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે સરકારને આ પ્રસ્તાવિત કાયદો પસાર ન કરવા વિનંતી કરી છે કારણ કે તેનું માનવું છે કે આ કાયદો બાળ જાતીય શોષણની સમસ્યાને હલ કરશે નહીં જોકે, મડૈાગાસ્કરના કાયદા પ્રધાન લેન્ડી મ્બોલાટીઆના રાન્દ્રિયમનાન્તેસોઆએ પ્રસ્તાવિત કાયદાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હિંદ મહાસાગરમાં આવેલો આ દેશ “એક સાર્વભૌમ દેશ છે અને તેને તેના કાયદા બદલવાનો સંપૂર્ણ અધિકાર છે. દેશમાં બળાત્કારના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જે રોકવા જરૂરી છે. ગયા વર્ષે, બાળ બળાત્કારના 600 કેસ નોંધાયા હતા.” દેશમાં અત્યાર સુધી એવો કાયદો છે જેમાં બાળકો પર બળાત્કાર કરનારને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. નવા કાયદામાં દસ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર બળાત્કાર કરનારાઓને સર્જીકલ કાસ્ટ્રેશન કરવાની જોગવાઈ છે.

Tags: enty rapist billmadagascar
Previous Post

શહેબાઝ શરીફે સેના સાથે મળી કર્યો ‘ખેલા’, ફરી પાકિસ્તાનના વડાપ્રધાન ?

Next Post

નેપાળમાં માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ : 11 ભારતીય બંધકોને પોલીસે છોડાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
નેપાળમાં માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ : 11 ભારતીય બંધકોને પોલીસે છોડાવ્યા

નેપાળમાં માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ : 11 ભારતીય બંધકોને પોલીસે છોડાવ્યા

માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત

UPDATE : માર્ગ અકસ્માતમાં ભુજના ડૉક્ટર પરિવારના 5 લોકોને કાળ ભરખી ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.