ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર જૂથને નવું ચૂંટણી પ્રતીક આપ્યું છે. શરદ જૂથને ‘મેન પ્લેઇંગ ટ્રમ્પેટ’ ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ અજિત પવારના બળવા પછી ચૂંટણી પંચે અસલી પક્ષનો નિર્ણય તેમના પક્ષમાં કર્યો હતો, જેના કારણે શરદ જૂથને નવું ચૂંટણી પ્રતીક આપવું પડ્યું હતું. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે કમિશનને શક્ય તેટલી વહેલી તકે નવું પ્રતીક આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
નવું ચૂંટણી ચિન્હ મળવા પર એનસીપી શરદચંદ્ર પવારે કહ્યું કે આ અમારા માટે ગર્વની વાત છે. મરાઠીમાં તેને ‘તુતારી’ પણ કહે છે. પાર્ટીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે, અમારા ઉમેદવારો આગામી લોકસભા ચૂંટણીમાં આ સિમ્બોલ પર ચૂંટણી લડશે. પાર્ટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, મહારાષ્ટ્રના આદર્શો, ફૂલે, શાહુ, આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજના પ્રગતિશીલ વિચારો સાથેની આ ‘તુતારી’ દિલ્હીની ગાદીને હચમચાવી નાખવા માટે શરદ પવાર સાથે ફરી એકવાર રણશિંગુ ફૂંકવા માટે તૈયાર છે. .