Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CAA પર નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળશે

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 12:05:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગૃહ મંત્રાલય 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા આવતા મહિને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના જારી કરી શકે છે. આ પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ જશે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે CAAનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ડ્રાય રન પહેલેથી જ કરવામાં આવી ચુક્યું છે. સૂત્રોએ જણાવ્યું કે CAA આ પડોશી દેશોના એવા શરણાર્થીઓને મદદ કરશે જેમની પાસે દસ્તાવેજ નથી. મંત્રાલયને લાંબા ગાળાના વિઝા માટે પાકિસ્તાનમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે.અગાઉ ગૃહમંત્રી અમિત શાહે બે મહિનામાં બે વાર કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવામાં આવશે. આ દેશનો કાયદો છે. તેને કોઈ રોકી શકતું નથી. સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ CAAને મંજૂરી આપી હતી.

Advertisement

2019માં લોકસભા-રાજ્યસભામાંથી બિલ પાસ થઈ ગયું

11 ડિસેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (CAB)ની તરફેણમાં 125 અને એના વિરુદ્ધમાં 99 મત મળ્યા હતા. બીજા દિવસે 12 ડિસેમ્બર 2019ના રોજ એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી. દેશભરમાં ભારે વિરોધ વચ્ચે બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ બિલે કાયદાનું સ્વરૂપ લીધું. 9 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નાગરિકતા સંશોધન બિલ 2016 (CAA) 2016માં રજૂ કરવામાં આવ્યું હતું. આ માટે 1955ના કાયદામાં કેટલાક ફેરફારો કરવા પડ્યા હતા. આ ફેરફારો ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાના હતા. 12 ઓગસ્ટ 2016ના રોજ એને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યા. સમિતિએ 7 જાન્યુઆરી 2019ના રોજ રિપોર્ટ સોંપ્યો હતો.

ચાર રાજ્યમાં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો
​​​​​​​સંસદનાં બંને ગૃહો દ્વારા CAA બિલ પાસ થયા બાદ 4 રાજ્યએ એના વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યા છે. સૌપ્રથમ કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને ડિસેમ્બર 2019માં CAA વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે એ બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ અને દેશના બંધારણ વિરુદ્ધ છે. આમાં નાગરિકતા આપવાથી ધર્મના આધારે ભેદભાવ થશે. આ પછી પંજાબ અને રાજસ્થાન સરકારોએ વિધાનસભામાં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો. ચોથું રાજ્ય પશ્ચિમ બંગાળ હતું, જ્યાં આ બિલ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળનાં સીએમએ કહ્યું- અમે બંગાળમાં CAA, NPR અને NRCને મંજૂરી આપીશું નહીં.

Tags: CAA billindia
Previous Post

પંકજ કુમારની લોકપાલના સભ્ય તરીકે નિમણૂક

Next Post

આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક

આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક

પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.