Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડ્રગ્સ કોણે મોકલ્યું હતું? ભારતમાં ક્યાં સપ્લાય કરવાનું હતું?

ભારતીય દરિયાઈ સીમાએથી 3300 કિલો ડ્રગ્સ જપ્ત : કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 12:14:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગીર સોમનાથ પોલીસે ચોક્કસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3300 કિલો ડ્રગ્સ જપ્ત કરાવામાં આવ્યું છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી, જેની તલાશી લેવામાં આવતા તેમાંથી 3000 કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા.
ભારતીય દરિયાઈ સીમા પર મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB), ગુજરાત ATS અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3300 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા. જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી ATSના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું.
ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું હતું તેવી ઈનપુટ સેન્ટર એજન્સી પાસે હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત ATSની મદદથી મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. દરિયાઈ સીમામાં ઈરાનની બોટમાં 3300 કિલો ડ્રગ્સ હતું. જેમાં હસીસ અને ચરસ હોવાનું માલુમ પડી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આ ડ્રગ્સની આંતરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડ હોવાની વિગત સૂત્રોએ જણાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીનો ડ્રગ્સનો સૌથી મોટા જથ્થો પકડાયો છે.
પાંચ દિવસ અગાઉ જ વેરાવળ બંદરેથી 350 કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો. આ સાથે 9 ખલાસીની ધરપકડ પણ કરાઈ છે. આ જથ્થો મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે. જેથી 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે. હાલ ATS સહિત ગીર સોમનાથ SOG, LCB, FSL અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

Tags: 3300 KG Drugsarabian seaBoatsomanath
Previous Post

અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા ‘ભાગેડું’ જાહેર

Next Post

અમદાવાદ- ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળે મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
અમદાવાદ- ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળે મોત

અમદાવાદ- ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળે મોત

હિંમતનગર હોસ્પિટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરમાંથી મળી

હિંમતનગર હોસ્પિટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરમાંથી મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.