જામનગરમાં આજથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચ્યા છે. રિલાયન્સ ગ્રીન્સમાં 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ ફંક્શન ચાલશે. જેમાં અલગ-અલગ ઇવેન્ટ્સમાં બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર્સ પર્ફોમ કરશે. જામનગરમાં અનંત-રાધિકાના લગ્નને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. જેમાં અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે. અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સમારંભમાં બોલીવુડના સિતારાઓનો ઝગમગાટ જામશે.