કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAAને લઇને એક ઇન્ટરવ્યૂં આપ્યો છે. અમિત શાહે કહ્યું કે કોઇ પણ કઇ પણ કરી લે, CAA કાયદો ક્યારેય પરત લેવામાં નહીં આવે, તેમણે કહ્યું કે આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી આપણો અધિકાર છે, અમે તેના પર ક્યારેય સમજૂતિ નહીં કરીએ.
ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂંમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAA નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદન પર પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યું, “તે દિવસ દૂર નથી, જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે અને ઘૂસણખોરો રોકશે.” અમિત શાહે કહ્યું કે જો મમતા આ મુદ્દા પર રાજનીતિ કરે છે અને આટલા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દા વિરૂદ્ધ ઉભા થાય છે તો આ મોટી ભૂલ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મમતા તૃષ્ટિકરણની રાજનીતિ કરવા ઘૂષણખોરીની પરવાનગી આપે છે અને CAAનો વિરોધ કરે છે. અમિત શાહે કહ્યું કે, શરણાર્થીઓને નાગરિકતા નહી મળે તો તે લોકો તેમની સાથે નહીં રહે. મમતા બેનરજીને શરણ લેનારા અને ઘૂસણખોરોમાં અંતર ખબર નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, તેમને ખબર નથી કે આ બધા લોકો પહેલેથી જ ભારતમાં આવીને વસવાટ કરી રહ્યાં છે. જો તેઓ આટલા ચિતિંત છે તો તેઓ કેમ વાત કરતા નથી.બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે કે રોહિંગ્યાઓનો વિરોધ કેમ કરતા નથી? તે મતબેંકની રાજનીતિ કરી રહ્યાં છે.






