IPL 2024 માં ગુરુવારની સાંજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક રોમાંચક મેચ રમાઈ હતી. જે મેચમાં રાજસ્થાનની ટીમે દિલ્હીને 12 રને હરાવ્યું હતું. દિલ્હીની હાર અને રાજસ્થાનની જીત બાદ IPL Points Table માં કોઇ ખાસ ફેરફાર કરવામાં અસફળ રહી હતી. તે પોઈન્ટ્સ ટેબલ પર ચેન્નઈ સુપર કિંગ્સબાદ બીજા નંબરે પહોંચી ગઇ છે.
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સબંને ટીમો બે-બે મેચ રમી ચુકી છે અને બંનેમાં તેઓ જીત હાંસિલ કરી ચુકી છે. પોઈન્ટ ટેબલમાં CSK અને RRના 4-4 પોઈન્ટ્સ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટ ને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ પર છે. જ્યારે બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ ની ટીમ છે. દિલ્હી કેપિટલ્સની ટીમ હાર બાદ પોઈન્ટ્સ ટેબલ પર 8 માં સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે પોઈન્ટ્સ ટેબલ પર એક મેચ રમીને હાર મેળવ્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સ અંતિમ સ્થાન પર છે.
ગુરુવારની મેચમાં રાજસ્થાન રોયલ્સ પાસે દિલ્હીની ટીમને મોટા અંતરથી હરાવીને પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચવાની તક હતી, પરંતુ સંજુ સેમસન ની ટીમ તેમા અસફળ રહી. ટીમ નેટ રન રેટમાં સુધારો ન કરી શકે અને ટેબલ પર બીજા સ્થાને પહોંચી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમની આ ચાલુ સીઝનમાં બીજી હાર છે, જેના કારણે તે 8માં સ્થાને પહોંચી ગઇ છે.