લોકસભા ચૂંટણીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી રૂપાલાને બદલી શકે છે. વિવાદીત ટીપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાને ફટકો પડી શકે છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઇ શકે છે અથવા તો બીજેપી તેમને અન્ય બેઠક પરથી લડાવી શકે છે.
લોકસભા ચૂંટણીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે હાલના સાંસદ મોહન કુંડારિયા એ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી છે.
ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરષોત્તમ રૂપાલા ની ટિકિટ કપાઇ શકે છે. રાજકોટ લોકસભા બેઠક પર આવા સંજોગોમાં મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે. મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે. ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને આપી હતી. પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા સમીકરણો બદલાઇ શકે છે.