રાજ્યમાં હજી ઘણા રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં સુવિધાઓનો અભાવ છે. આવા વિસ્તારમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિને અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, પણ ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી સિવાય પાંચ વર્ષ દેખાતા નથી.
જે નેતા પાસે આશા હોય એ જ નેતા પ્રજાના કામો ન કરે અને અન્ય નેતાને પણ ચૂંટણીમાં મત ન આપવો હોય, તો આ માટે ચૂંટણી પંચે મતદારો માટે NOTAનો વિકલ્પ આપ્યો છે. NOTA એટલે ઉપરમાંથી કોઈ ઉમેદવારને મત નથી આપવો તે. ચૂંટણીમાં NOTA મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જયારે NOTAમાં મત વધુ પડે ત્યારે લીડીંગ ઉમેદવાર સહિત અન્ય ઉમેદવારના પણ મત કપાય છે.
ચૂંટણી સમયે વિકાસથી વંચિત વિસ્તારમાં જયારે NOTAમાં મતદાન કરવાનું અભિયાન ચાલે છે. આવું જ બન્યું છે સુરેન્દ્રનગરના થાનમાં. સુરેન્દ્રનગરના થાનમાં સ્થાનિક લોકો અને ઉદ્યોગકારો રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેને લઈને ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે. થાનમાં 6 વર્ષથી ચાલી રહેલું ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા સીરામીક ઉદ્યોગકારો દ્વારા લોકસભાની ચૂંટણીમાં નોટામાં મતદાન કરવા નિર્ણય લેવાયો છે.
થાનના ઉદ્યોગકારો છેલ્લા 50 વર્ષથી ભાજપ સાથે ઉભા રહ્યા છે છતાં સરકારે સામે જોયું ન હોવાનો આક્ષેપ થાનના ઉદ્યોગકારોએ કર્યો છે અને આ સાથે જ આ લોકસભા ચૂંટણીમાં NOTAમાં મતદાન કરવાનું અભિયાન ચલાવ્યું છે. થાનમાં ઉદ્યોગકારોના NOTA મતદાન અભિયાનમાં પ્રથમ દિવસે 100 પરિવારો જોડાયા છે.