સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેતી પ્રેમિકા તેની બહેનપણીની ઘરે ગઈ હતી. જ્યાં તેણીએ પોતાના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. પ્રેમી યુવક પ્રેમિકાને મળવા આવ્યો હોવાની જાણ થતાં જ તેના ભાઈ અને મામા અને તેના દીકરા એમ 3 જણાએ મળીને યુવકને ઝડપી લઈને ઢોર માર માર્યો હતો. જેથી યુવકનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમિકાના ભાઈ, મામાનો છોકરો અને મામાએ ગંભીર રીતે પ્રેમીને માર્યો હતો. પ્રેમીને ઢોરમાર મારતા તે ગંભીર ઈજાના કારણે બેભાન થઈ ગયો હતો જેથી પ્રેમીને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકને ઢોર માર માર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતાં. ત્યારબાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતાં ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે કહ્યું કે, 3 ઈસમોએ મૂઢ મારમાં દોરડા અને પટ્ટાથી માર માર્યો હતો. જેથી ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થતાં તેના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. મૃતકને મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. તેણીને મળવા ગયો હતો. આ વાતની ખબર પડતાં જ કાકા-મામાનો દીકરો અને ભાઈએ પહોંચી જઈને માર માર્યો હતો. જેથી યુવકનું મોત થયું હતું. આથી પોલીસે આરોપીઓને ઝડપી લઈને પૂરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.