કાળજાળ ગરમીમાં પાણી પૂરું પાડી તરસ છીપાવી માનવતાનું ઉદાહરણ છે પરંતુ પાણી આપવું અને તેની તરસ બુજાવી તે એક વૃદ્ધાને ભારે પડી છે. પરસેવે રેપ જેપ આવેલા ગઠીયાઓએ પાણી માંગતા વૃદ્ધાએ પાણી આપ્યું અને તકનો લાભ લેતા તેઓ સોનાની બે બંગડીઓ ચોરી ગયા. હવે આ મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વેજલપુરના ઘાંચીવાડમાં રોડ ટચ મકાન ધરાવતા અનસુયાબેન વખાડીયા પોતાના ઘરે હતા તે દરમિયાન બાઈક પર બે અજાણ્યા વ્યક્તિઓ પરસેવે રેપજેપ થઈ તેમના ઘર પાસે આવ્યા હતા. વૃદ્ધાને જોઇ ગઠીયાએ પાણી માગ્યું હતું. વૃદ્ધાએ પોતાની માનવતા દાખવી ગઠીયાઓને પાણી પીવડાવ્યું હતું. ગઠીયાએ પાવડર માંગ્યો અને પાવડર આપતા જ વૃદ્ધાને હોશ ના રહ્યો. ગઠીયાઓ ભાગી ગયા બાદ વૃદ્ધાના હાથમાં સોનાની બંગડી ન હોવાના કારણે તપાસ કરતા અને હોશમાં આવતા ગઠીયાઓ બંગડીઓ સેરવી ગયા હોય જેના કારણે પરિવાર ચિંતાતુર બન્યો હતો. પોલીસ દોડી જઇને અજાણ્યા ગઠીયાઓ સામે ફરિયાદ દાખલ કરાવવાની કવાયત હાથ ધરી છે.