ગુજરાતીઓ લગભગ દુનિયાના દરેક ખૂણામાં વસે છે અને તેથી ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટીની વધુ જરૂર પડે છે. અમદાવાદથી થાઈલેન્ડ અને મલેશિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ છે ત્યારે લાંબા સમયથી આ માગણી કરતા મસ્કતવાસીઓએ ફરી પોકાર કરી છે.
મસ્કતમાં લગભગ 50,000 કરતા વધારે ગુજરાતીઓ વસે છે, જેમાં કચ્છી માડુઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અમદાવાદથી મસ્કત અને મસ્કતથી અમદાવાદ જવાની સીધી ફ્લાઈટ ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
કોરોના પહેલા અઠવાડિયાની 17 ફ્લાઈટ અમદાવાદથી મસ્કત જતી હતી, પરંતુ ત્યારબાદ બંધ થી તો ફરી શરૂ થતી નથી. મસ્કત ગુજરાતની સમાજના કન્વીનર ડૉ. ચંદ્રકાન્ત છોટાણીએ કેન્દ્ર અને રાજ્ય સ્તરે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ માગણી પૂરી કરાઈ નથી