વોટ્સએપએવધુ એક મોટુ એક્શન લીધુ છે. જેના હેઠળ લગભગ 76 લાખ વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી લગભગ 76,28,000 WhatsApp એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. તેમાંથી 14,24,000 એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે.
વોટ્સએપએએ કહ્યું છે કે તેમની તરફથી આઈટી નિયમ 2021ના ઉલ્લંઘનના આરોપ ફેબ્રુઆરી મહિનામાં 76 લાખ વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને ભારતમાં લગભગ 500 મિલિયનથી વધારે યુઝર્સ છે. ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ 16,618 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ રેકોર્ડ સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી. તેના પહેલા જાન્યુઆરી મહિનામાં 67,28,000 વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા હતા.
તમારૂ એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયું હોય તો તમે વોટ્સએપને ઈમેલ કરીને રિવ્યૂ રિક્વેસ્ટ કરી શકો છો. આમ કરવા પર તમને SMSથી 6 ડિજિટ રજીસ્ટ્રેશન કોર્ડ નોંધવાનો રહેશે. તેના બાદ તમને ફરિયાદની સામે અમુક ડોક્યુમેન્ટ દાખલ કરવાના રહેશે.