મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. તેમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેટરી વાળું વાહન ચાર્જિંગમાં હતું અને તેમાં બ્લાસ્ટ થતાં જબરદસ્ત આગ ફાટી નીકળી હતી.
મૃત્યુ પામેલાઓમાં અસીમ, પરી, વસીમ શેખ (30), તનવીર વસીમ (23), હમીદા બેગમ (50), શેખ સોહેલ (35) અને રેશ્મા શેખ (22)નો સમાવેશ થાય છે. જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આગ લાગી ત્યારે પરિવાર બિલ્ડીંગમાં સૂતો હતો.