અમદાવાદના નમો સ્ટેડિયયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રાત્રે 8 વાગ્યે મેચ રમાશે. IPL-2024માં ગુજરાત ટાઈટન્સ 3 મેચમાં 2 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમાંકે છે. જ્યારે પંજાબ કિંગ્સ 3 મેચમાં 1 જીત અને 2 હાર સાથે આઠમા ક્રમાંકે છે. આ મેચ જીતી બન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન આપશે.