Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કાલથી તાપમાનમાં વધારો થશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2024-04-15 11:27:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈ કાલે કમોસમી વરસાદની આફતને કારણે અનેક જિલ્લાઓ ભીંજાયા હતા, ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.
16 એપ્રિલથી ફરી એકવાર તાપમાનનો પારો બે ડિગ્રી જેટલું ઉચકાઈ શકે છે, તેથી ગુજરાતવાસીઓને થોડા દિવસની ગરમીથી રાહત બાદ ફરીથી ઉનાળાનું કહેર સહન કરવા તૈયાર રહેવું પડશે. આગામી 48 કલાક બાદ ગુજરાત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણ પૂર્ણ થયા બાદ સૂર્ય ગુજરાતની ધરતીને તપાવશે તેને કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પાર જઈ શકે છે.
અમદાવાદ શહેરમાં રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. ભારે પવન ફૂંકાવાને કારણે વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જ્યારે આજે સોમવારે સવારે ઠંડકનો માહોલ છે. રવિવારની સાંજે વાતાવરણમાં બદલાવને કારણે શહેરીજનો માટે આરામદાયક રહી હતી. જોકે, ભારે પવન ફૂંકાતા ધૂળની ઊંચી ઊંચી ડમરીઓથી રસ્તા પર આવતાં-જતાં વાહનચાલકોને મુશ્કેલી થઈ હતી, ત્યારે આજે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.
આજરોજ વહેલી સવારે જ થોડા પ્રમાણ માં કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહી શકે છે. ત્યારબાદ સૂર્ય ઉપર આવતા તાપમાન ઉંચકાશે. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પરંતુ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે ગરમીનો અહેસાસ ઓછા પ્રમાણમાં થશે. આજરોજ શહેરમાં 8થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેને કારણે પણ થોડા અંશે રાહત અનુભવાઈ શકે છે.

Advertisement
Tags: gujaratRain Aagahi
Previous Post

ટીબી સામે લડવા બાળકો માટે બનાવાયેલી દવાને મળી મંજૂરી

Next Post

ઈઝરાયલનો નિર્ણય- ઈરાનને અપાશે જડબાતોડ જવાબ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઈઝરાયલનો નિર્ણય- ઈરાનને અપાશે જડબાતોડ જવાબ

ઈઝરાયલનો નિર્ણય- ઈરાનને અપાશે જડબાતોડ જવાબ

ભાવનગરના કાળીયાબીડ શાંતિનગરમાં આવેલ બે સગાભાઇના બંધ મકાનમાં ચોરી

ભાવનગરના કાળીયાબીડ શાંતિનગરમાં આવેલ બે સગાભાઇના બંધ મકાનમાં ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.