આજે દેશમાં 21 રાજયોની 102 બેઠક માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓએ દેશની જનતાને વધુમાં વધુ વોટ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ તમામ બેઠકોના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે મારા યુવા મિત્રો જે પહેલીવાર વોટ કરવા જઈ રહ્યા છે તેમને મારી ખાસ અપીલ છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મત કિંમતી છે અને દરેક અવાજ મહત્ત્વપૂર્ણ છે. દરેક વોટ ગણાય છે અને દરેક અવાજ મહત્ત્વ ધરાવે છે.