નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેન્સ 2024 સેશન 2નું પરિણામ જાહેર કર્યું છે. એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ મેન્સ સેશન-2 માટે હાજર થયેલા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમનું સ્કોરકાર્ડ ચેક કરી શકશે.
આ વખતે અત્યાર સુધીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 56 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે. જેમાં કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સિન્હા નામની બે છોકરીઓનો સમાવેશ થાય છે. ગત વખતે 43 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.
રાજ્ય પ્રમાણે, 100 પર્સેન્ટાઈલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેલંગાણાના 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, તમિલનાડુ, ગુજરાત અને હરિયાણામાંથી 2, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થી છે.
આ વખતે, JEE મેઈન્સના એપ્રિલ સત્ર માટે જનરલ કેટેગરીની કટઓફ પર્સન્ટાઈલ 2023ની સરખામણીમાં 2.45 પોઈન્ટ્સ વધારે હતું, જોકે સામાન્ય કેટેગરી માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વખત કરતાં 1261 ઓછી છે. આ વખતે JEE એડવાન્સ માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ પાંચ વર્ષમાં સૌથી વધુ છે. જનરલ કેટેગરીના 97,351 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ અને 93.23 વચ્ચે પસંદ કરવામાં આવ્યા છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓમાં 6 EWS કેટેગરીના છે, જેમાંથી 4 તેલંગાણાના અને 2 આંધ્રપ્રદેશના છે.