ગુજરાતમાં થોડા સમય પહેલાં IPS અધિકારીઓની બદલીના હુકમ થયા બાદ હવે ઘણી જગ્યાએ વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જમાં પોસ્ટ ચાલતી હતી તેને પણ ચૂંટણી પંચે છેલ્લી મહોર લગાવીને પોસ્ટિંગ આપી દીધી છે. 12 આઈપીએસમાંથી પોસ્ટિંગની રાહમાં રહેલા 9 અધિકારીને પોસ્ટિંગ અપાયું છે અને 3 અધિકારીની બદલી કરવામાં આવી છે.
પોસ્ટિંગની રાહમાં રહેલા ગગનદીપ ગંભીરની IGP(એડમિનિસ્ટ્રેટિવ)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.રાઘવેન્દ્ર વત્સની સુરત શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) તરીકે , શરદસિંઘલને અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) તરીકે ,નિરજ બડગુજરની અમદાવાદ શહેરમાં એસીપી ક્રાઈમ તરીકે ,ચૈતન્ય માંડલિકને સીઆઈડી ક્રાઇમ(ગાંધીનગર)ના એસ.પી.તરીકે,
મનીષસિંઘની મોટર ટ્રાન્સપોર્ટના એસપી તરીકે , ઉષા રાડાની SRPF, ગ્રૂપ-6(મુડેટી,સાબરકાંઠા)ના કમાન્ડન્ટ તરીકે, અજીત રાજ્યાનની અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે , ડો.લવિનાસિન્હાની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-1ના એસપી હિમાંશુ વર્માની અમદાવાદ શહેરના ઝોન-1 ડીસીપી તરીકે ,સ્ટેટ પોલીસ સર્વિસના રૂપલ સોલંકીની ડીજી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે તથાસ્ટેટ પોલીસ સર્વિસના ભારતી જે. પંડ્યાની ગાંધીનગર ખાતે ટેકનિકલ સર્વિસમાં એસ.પી.તરીકે નિમણૂંક કરવામાં આવી છે.