Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોદીએ હવે સરકાર ચલાવવા માટે રાજદ્વારી કૌશલ્ય શીખવું પડશે : વિદેશી મીડિયા

ભારતની આર્થિક અસમાનતા ન વધે તે માટે મોદી પર પણ દબાણ છે - અલ જઝીરા

dharmendravaghela by dharmendravaghela
2024-06-10 11:31:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની જીત બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. વિદેશી મીડિયાએ પણ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા બદલ પ્રતિક્રિયા આપી છે. વિશ્વ મીડિયાએ તેને એક દુર્લભ ક્ષણ ગણાવી રહ્યું છે.
વિદેશી સમાચાર માધ્યમોએ આ સમારોહને દુર્લભ તક ગણાવતા અહેવાલમાં લખ્યું છે કે, ‘મોદી આઝાદી પછી ભારતના પહેલા નેતા છે જેઓ જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત પીએમ બન્યા છે, તેમની પાર્ટી બીજેપીને ચૂંટણીમાં 63 સીટો ગુમાવવી પડી છે, પીએમ મોદીએ હવે સરકાર ચલાવવા માટે રાજદ્વારી કૌશલ્ય શીખવું પડશે, રાજકીય રીતે વિવાદાસ્પદ સુધારાની યોજનાઓ ધીમી કરવી પડશે અને ભાજપના હિંદુ રાષ્ટ્રવાદી લક્ષ્યોને પાર પાડવું પડશે, એમ વિશ્લેષકોને ટાંકીને જણાવ્યું હતું.
પીએમ મોદીના શપથ ગ્રહણની ચર્ચા પાકિસ્તાની મીડિયામાં પણ થઈ હતી. પાકિસ્તાનના જિયો ન્યૂઝે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, ‘નરેન્દ્ર મોદી રવિવારે રેકોર્ડ ત્રીજી વખત પીએમ બન્યા છે. તેઓ ગઠબંધન સાથે સત્તામાં આવ્યા છે જે તેમની ક્ષમતાની કસોટી કરશે. મોદી, જેમણે ભાજપના વૈચારિક પિતૃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માટે પ્રચારક તરીકે શરૂઆત કરી હતી, તે જવાહરલાલ નેહરુ પછી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત સેવા આપનારા બીજા વ્યક્તિ છે.’
પાકિસ્તાની અખબાર ડોને તેના અહેવાલમાં લખ્યું છે કે, ‘ચૂંટણીમાં ચોંકાવનારા આંચકા બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજા કાર્યકાળ માટે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ગઠબંધન સરકારમાં નીતિની નિશ્ચિતતા સુનિશ્ચિત કરવાની તેમની ક્ષમતાની કસોટી કરવામાં આવશે.
યુએસના એબીસી ન્યૂઝે લખ્યું, ‘ હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપે 2014 અને 2019માં ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. તે તાજેતરની રાષ્ટ્રીય ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી જીતવામાં નિષ્ફળ રહ્યુ છે. આ પહેલીવાર છે જ્યારે મોદીના નેતૃત્વમાં ભાજપને સંસદમાં બહુમતી માટે તેના પ્રાદેશિક સહયોગીઓના સમર્થનની જરૂર પડી છે.
અલ જઝીરાએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, ‘ભારતની આર્થિક અસમાનતા ન વધે તે માટે મોદી પર પણ દબાણ છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. પરંતુ સ્થાનિક સ્તરે પર્યાપ્ત નોકરીઓનો અભાવ, મોંઘવારી, ઓછી આવક અને ધાર્મિક ખામીના કારણે મતદારોએ તેમને રોકવા માટે પ્રેર્યા.

Tags: foraign media about modi
Previous Post

NCPનો રાજ્યમંત્રી તરીકે પણ ફરજ નિભાવવાનો અસ્વીકાર

Next Post

આતંકવાદીઓને કોઈપણ હિસાબે છોડવામાં નહિ આવે : અમિતશાહ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આતંકવાદીઓને કોઈપણ હિસાબે છોડવામાં નહિ આવે : અમિતશાહ

આતંકવાદીઓને કોઈપણ હિસાબે છોડવામાં નહિ આવે : અમિતશાહ

તમામ ૯૯ કોંગ્રેસી સાંસદોના સભ્‍યપદ રદ કરવા માંગણી

તમામ ૯૯ કોંગ્રેસી સાંસદોના સભ્‍યપદ રદ કરવા માંગણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.