વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં રહેતા એક બાળકમાં એવિયન
ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી માનવ ચેપનો કેસ મળી આવ્યો છે. ભારતના ઈન્ટરનેશનલ હેલ્થ
રેગ્યુલેશન્સનેશનલ ફોકલ પોઈન્ટએ 22 મેના રોજ પશ્ચિમ બંગાળમાં રહેતા 4 વર્ષના બાળકમાં એવિયન
ઈન્ફલ્યુએન્ઝાવાયરસથી માનવ સંક્રમણના કેસ વિશે WHOને જાણ કરી હતી. આમ પશ્ચિમ બંગાળમાં બર્ડ
ફ્લૂના કારણે માનવ સંક્રમણનો બીજો કેસ નોંધાયો છે.
WHOએ કહ્યું કે દર્દી શ્વાસ લેવામાં તકલીફ, ખૂબ તાવ અને પેટમાં ખેંચથી પીડાતો હતો. તેને સ્થાનિક
હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ તેને રજા
આપવામાં આવી છે. દર્દી ઘરે અને તેની આસપાસના વિસ્તારોમાં મરઘાંના સંપર્કમાં હતો. બાળકના
પરિવારજનો અને બાળકના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિએ શ્વાસની તકલીફની ફરિયાદ કરી નથી.
WHOનું કહેવું છે કે હાલમાં તેમની પાસે રસીકરણ અને સારવારની વિગતો ઉપલબ્ધ નથી. WHO
અનુસાર, ભારતમાં બર્ડ ફ્લૂથી માનવ સંક્રમણનો પ્રથમ કેસ 2019માં નોંધાયો હતો.