T20 વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયા અને અમેરિકા વચ્ચે મેચ રમાશે અને જે પણ ટીમ આ મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય થશે. ટીમ ઈન્ડિયા આ માટે પ્રબળ દાવેદાર છે, તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ ભારતની જીત માટે પ્રાર્થના કરશે.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતનું ખાતું ખુલી ગયું છે અને સતત 2 મેચ હાર્યા બાદ આખરે 11 જૂને પાકિસ્તાનને કેનેડા સામે પ્રથમ જીત મળી હતી. આ જીત સાથે પાકિસ્તાને સુપર-8માં પહોંચવાની આશા જીવંત રાખી છે. જો કે હવે પાકિસ્તાનની ટીમ સુપર-8માં પહોંચવા માટે ભારતની જીત માટે પ્રાર્થના કરશે. ટીમ ઇન્ડિયા આજે એટલે કે 12 જૂને તેની ત્રીજી મેચ યુએસએ સામે રમશે.
ભારતીય ટીમ બુધવારે તેની ત્રીજી મેચમાં અમેરિકા સામે ટકરાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IND vs USA મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે કારણ કે બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે. સાથે જ જે ટીમ આ મેચ જીતશે તે ગ્રુપ Aમાંથી સુપર-8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બનશે.
અમેરિકન ટીમે પાકિસ્તાનને હરાવીને સૌની નજરો ખેંચી હતી. સાથે જ ભારતે છેલ્લી મેચમાં પણ પાકિસ્તાનને હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી. મોનાંક પટેલની આગેવાની હેઠળની યુએસ ટીમ ત્રીજી જીતની સાથે સુપર-8માં જવા માંગશે જ્યારે ભારતીય ટીમ પણ તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા અને સુપર-8માં જવા મેદાનમાં ઉતરશે. આજની IND vs USA મેચમાં જે પણ ટીમ આ મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે. તો બીજી તરફ કપરી પરિસ્થિતિમાં ફસાયેલી પાકિસ્તાનની ટીમ પણ ભારતની જીત માટે પ્રાર્થના કરશે. કારણ કે જો પાકિસ્તાન ક્વોલિફાય કરવા માંગે છે, તો તેણે તેની બાકીની એક મેચ જીતવી પડશે, સાથે જ એવી પ્રાથના કરવી પડશે કે અમેરિકા તેની બાકીની બંને મેચ હારી જાય.
હવે એ તો જાણીતું જ છે કે અત્યારે આ ગ્રુપ-Aમાં ભારતીય ટીમ અને અમેરિકા બંનેના 2-2 પોઈન્ટ છે. ભારત હજુ પણ ટોચ પર છે અને પાકિસ્તાને 3માંથી 1 મેચ જીતી છે. જો કે એવી પણ શક્યતા છે કે ટીમ ઇનિદય તેની બંને મેચ મોટા અંતરે હારી જાય તો પણ પાકિસ્તાનની ટીમ ક્વોલિફાય કરી શકે છે.