આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં વીજબીલ ચુકવણીની વીઆઈપી કલ્ચર સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. જુલાઈ મહિનાથી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિત આસામ સરકારના અધિકારીઓ તેમના વીજળી બિલ જાતે ચૂકવશે.
વાસ્તવમાં, વીઆઇપી કલ્ચર હેઠળ, તે બધાને વીજળી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ હિમંતા બિસ્વા સરમાએ હવે આ છૂટને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આસામના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. આ પોસ્ટની સાથે તેણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં કહે છે કે, અમારા મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓના નિવાસસ્થાનો અથવા સચિવાલયના રહેઠાણોના વીજળીના બિલ સરકાર ચૂકવે છે. આ 75 વર્ષનો વારસો છે, નવી સિસ્ટમ નથી, આટલા લાંબા સમયથી વીજળીનું બિલ રાજ્ય સરકાર ભરતી હતી. અમે તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી તમામ જાહેર સેવકોએ પોતાનું બિલ જાતે ચૂકવવું પડશે.