જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા ચાલી રહી છે, મંગળવારે પહિંદ દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ તેમના રથમાંથી પડી, જેનાથી રથ પર સવાર આઠ સેવકો ઘાયલ થઈ ગયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઓડિશાના પુરીની પ્રખ્યાત જગન્નાથ રથયાત્રામાં ફરી એકવાર મોટી ઘટના ઘટી છે.પહિંદ દરમિયાન બલભદ્રની મૂર્તિ પડી હતી આ દરમિયાન આઠ સેવકો ઘાયલ થઈ ગયા. ઘાયલો સેવકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જેમાં પાંચ સેવકોને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથ પરથી પડતા દેખાઈ રહ્યા છે.
આ અગાઉ 7 જુલાઈએ પણ જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચતા સમયે ભીડના કારણે નાસભાગ મચી ગઈ હતી. રથને ખેંચતા સમયે ભક્તો વચ્ચે ખેંચતાણ થવાને કારણે 400 થી વધુ ભક્તો જમીન પર પાડીને ઘાયલ થઈ ગયા. આ પછી, ઘાયલોને તાત્કાલિક પુરીની મુખ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ 50 શ્રદ્ધાળુઓને રજા આપવામાં આવી. અન્ય શ્રદ્ધાળુઓની સારવાર હજુ ચાલુ છે. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
મંગળવારે બનેલી દુર્ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ તો ભગવાનની દેન છે. આને આપણે સ્વીકારવું પડશે. જો આપણે અકસ્માત સ્વીકારીએ છીએ, તો આપણે આ સમસ્યાને પણ સ્વીકારવી પડશે. કદાચ આપણા તરફથી કોઈ ભૂલ થઈ હશે, જેના કારણે ભગવાન આપણને આ સજા આપી રહ્યા છે. તો પણ આ સજા હળવી છે.