જામનગર: ભારતીય સૈન્યમાં અગ્નિપથથી ભરતીના વિરોધની જ્વાળાઓ જામનગર સુધી પણ પહોંચી છે, અને આજે સવારે લશ્કરમાં ભરતી થવા માટે પરીક્ષા આપનારા સેંકડો યુવાનો દ્વારા વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેને લઇને ભારે દોડધામ મચી ગઇ હતી. અને ખુદ જિલ્લા પોલીસ વડા મેદાનમાં આવવું પડયું હતું. ઉપરાંત પોલીસ કાફલો તેમજ એસઆરપી જવાનોને ઉતારી લોખંડી સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. યુવાઓને ન્યાય નહીં મળે તો આગામી ૨૦મીએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરવામાં આવી છે.