જો તમે તમારા બાળકોને મોબાઈલ આપતા હોય તો સાવધાન થઈ જજો સાવધાન કારણકે માતા-પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરામાં રિલ્સ જોતા બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતા નાના ભાઇ યશ ગુપ્તાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના પાંડેસરામાં ગુરૂવારે 10 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ છે. રિલ્સ જોતા બે ભાઇઓ વચ્ચે ઝગડો થતા નાના ભાઇ યશ ગુપ્તાએ બાજુની રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ પરિવારને થતા તેઓએ તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.