Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોધરાની તહુરા પ્રોટિન્સ મિલમાં આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો 16.47 કરોડનો જથ્થો પકડાયો

રાજયમાં પ્રથમવાર કરોડો નો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યાનો પહેલો બનાવ

dharmendravaghela by dharmendravaghela
2024-08-08 11:47:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગોધરામાં આવેલ તહુરા પ્રોટીન્સમાં પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડતા મીલમાંથી શંકાસ્પદ આંધપ્રદેશની સરકારનો જાહેર વિતરણની તુવેરદાળનો 11.13 લાખ કિલોનો જથ્થો મળી આવ્યો હતો. મીલ સંચાલકે શંકાસ્પદ સરકારી તુવેરદાળના જથ્થાના પુરાવા રજૂ ન કરતા પુરવઠા વિભાગે રૂા.16.47 કરોડનો જથ્થો સીઝ કરી કાર્યવાહી કરી છે. રાજયમાં પ્રથમવાર કરોડો નો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યાનો પહેલો બનાવ છે.
ગોધરાના મજાવર રોડ પર આવેલ તહુરા પ્રોટીન્સ(તુવેરદાળ મીલ)માં પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા, શહેર મામલતદાર સહીતની ટીમોએ આકસ્મિક તપાસ કરી હતી. સરકારી પોર્ટલ પર તહુરા પ્રોટીન્સે 1213 મે.ટન તુવેરદાળનો જથ્થો જાહેર કર્યો હતો. જેની તપાસ કરવા ટીમ તહુરા તુવેરદાળ મીલમાં પહોચી હતી. મીલમાં તપાસ કરતા આંધપ્રદેશ રાજય સીવીલ સપ્લાય કોર્પોરેશન લીમીટેડના પી.ડી.એમ તથા આઇસીડીએસ માર્કાવાળી શંકાસ્પદ સરકારી તુવેરદાળના 1 કિ.ગ્રા.ના લાખોની સંખ્યામાં ફાટેલા પેકેટ મળી આવ્યા હતા.
મીલ સંચાલક ઇલ્યાસ મોહંમદ હુસેન ઉમરજી તથા સુફીયાન મોહંમદ હુસેન ઉમરજી આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળના પેકેટ ફાડીને તેમાંથી બિન માર્કાવાળી 50 કી.ગ્રાના લુઝ પેકેટ તૈયાર કરીને લોકલ બજારમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું. પુરવઠા અધિકારી દ્વારા આંધપ્રદેશનો જાહેર વિતરણનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો જથ્થો કેવી રીતે અને કયારે આવ્યાનું પુછતા સંચાલકે કોઇ આધાર પુરવા રજૂ ન કરતા પુરવઠા વિભાગે આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો રૂા.16,47 ,64,400નો 11,13,300 કિ.ગ્રા.નો તુવેરદાળના જથ્થાને સીંઝ કર્યો હતો. તેમજ મીલમાં તુવેરદાળના ખરીદ વેચાણ રેકર્ડ નિભાવણી કરેલ ન હોવાથી પુરવઠા વિભાગે શંકાસ્પદ સરકારી તુવેરદાળનો જથ્થો તથા 8 લાખ રૂપીયાનો ટેમ્પો મળીને કુલ રૂા.16.55 લાખનો મુદ્દામાલ સીંઝ કરીને કાર્યવાહી કરી છે.
આંધપ્રદેશમાં તુવેરદાળ સપ્લાયનું ટેન્ડર ભર્યું હતું મીલ સંચાલકે તુવેરદાળના જથ્થા વિશે જણાવ્યું કે આંધપ્રદેશમાં સરકારને તુવેરદાળ સપ્લાય કરવાનુ ટેન્ડર ભર્યુ હતું. પણ સરકાર બદલાઇ જતા ટેન્ડર મળ્યુ ન હતું . તો સરકારી ટેન્ડર મળ્યુ ન હતું તો આંધપ્રદેશ જાહેર વિતરણના માર્કાવાળી પેકેટ કેવી રીતે મીલમાં આવ્યા તેનો સવાલનો જવાબ સંચાલક પાસે ન હતો. મીલ પર પતંજલી ફુડ લી.ના બોર્ડ લાગેલા હોવા અંગે સંચાલકે જણાવ્યુ કે અમે પતંજલીનું માર્કેટીંગ કરીએ છીએ.

Tags: aandhra government tuver dal japtgodhratahura protins mill
Previous Post

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ : ચાર ચાઇનીઝ સહિત પાંચનાં મોત

Next Post

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 2590 સગીરાનું લગ્ન માટે અપહરણ થયું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 2590 સગીરાનું લગ્ન માટે અપહરણ થયું

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 2590 સગીરાનું લગ્ન માટે અપહરણ થયું

પાકિસ્‍તાનની ‘મેંગો ડિપ્‍લોમસી : રાહુલ ગાંધી સહિત ૭ સાંસદોને કેરીઓ મોકલી

પાકિસ્‍તાનની ‘મેંગો ડિપ્‍લોમસી : રાહુલ ગાંધી સહિત ૭ સાંસદોને કેરીઓ મોકલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.