પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં, ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. 23 વર્ષની પ્રીતિ પાલે મહિલાઓની ટ્રેક ઈવેન્ટ 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
પ્રતિસ્પર્ધામાં પ્રીતિએ 30.01 સેકન્ડનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે મહત્વનો ક્ષણો સર્જ્યો. આ ઇવેન્ટમાં ચીનની જિયા ઝોઉએ ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ સ્થાન હાંસલ કર્યો. જિયા ઝોઉએ આ રેસ 28.15 સેકન્ડમાં પૂરી કરી, જ્યારે ચીનના ગુઓ કિયાનકિઆન બીજા સ્થાને રહ્યા, જેમણે 29.09 સેકન્ડમાં રેસ પૂરી કરી.આ સિદ્ધિ પ્રીતિ પાલ માટે તેમજ સમગ્ર દેશ માટે ગૌરવ વધાયું છે, અને તેનાથી ભારતમાં પેરાલિમ્પિક્સ માટે વધતી જતી આકાંક્ષા અને ઉત્સાહને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
ભારત હવે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેડલ ટેલીમાં 27માં સ્થાને પહોંચી ગયું છે, જેમાં ભારતે હવે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતે અત્યાર સુધીમાં પેરિસ પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં સૌથી વધુ 4 મેડલ જીત્યા છે, જેમાં અવની લેખારા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે. જ્યારે મનીષ નરવાલ સિલ્વર જીતવામાં સફળ રહ્યો છે. જ્યારે રૂબિના ફ્રાન્સિસ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય પ્રીતિ પાલ T35માં મહિલાઓની 100 મીટર અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે.
પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી 30 ઓગસ્ટે મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો હતો.મનીષ નરવાલે પેરાલિમ્પિક ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH-1 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે ફાઇનલમાં કુલ 234.9 પોઇન્ટ મેળવ્યા હતા. દક્ષિણ કોરિયાના જોન જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.