હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લા બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હેવલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો 17 જિલ્લા કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત ઉપર એક સાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમનો સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે.બંગાળની ખાડીથી આગળ વધેલી ડિપ્રેશનની અસરથી આજથી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સક્યતા છે. હવામાનની આગાહી મુજબ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે તાપમાનમાં પણ બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોનસુન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે. તેની અસરને કારણે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદી આફત આવી શકે છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
આવતીકાલનું કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ, 6 સપ્ટેમ્બર કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ, 7 સપ્ટેમ્બર બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ, 8 – 9 સપ્ટેમ્બરનવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.