બ્રુનેઈ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી આજે સિંગાપોરની મુલાકાત લેશે. પીએમ બપોરે 1.50 કલાકે સિંગાપુર જવા રવાના થશે. તેઓ 4:10 વાગ્યે ચાંગી એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ 4:40 વાગ્યે હોટેલ શાંગરી લા પહોંચશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. આ પછી, સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ દ્વારા સાંજે 6:45 વાગ્યે ડિનરનું આયોજન કરવામાં આવશે.
વડા પ્રધાનની સિંગાપોર મુલાકાત વેપાર અને રોકાણની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર વિશ્વમાં ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર ભારતમાં આવતા વિદેશી સીધા રોકાણ (FDI)નો મુખ્ય સ્ત્રોત છે. સિંગાપોર વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંગાપોર પાસે આ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે.