सात अजुबे इस दुनियामें; आठवी अपनी बोडी(Body) સૌથી મોટા કેબલ સ્ટેન્ડ બ્રીજ કરતા પણ વધુ અજાયબ આપણું શરીર છે. છ ઈચના પંજા પર ઉભુ રહેતું, છ ફુટ ઉંચુ શરીર માત્ર સ્નાયુઓની કેબલ સંરચના પર માત્ર ઉભુ જ રહેતું નથી અનેક પ્રકારના જીમનાસ્ટીકના ખેલ કરી શકે છે.
૧ આંખમાંથી એક એસ. એલ. આર. કેમેરાના તમામ ફિચર્સ મળ્યા.(કીડીની આંખ માં કેવડો કેમરા હશે?)
૨. દાંતની બત્રીસીમાં એક અદ્યતન ગ્રાઈનડર ની સંરચના મળી. ગ્રાઉન્ડર ની વિવિધ પ્રકારની બ્લેડ અને વિવિધ પ્રકારના દાંતમાં સામ્યતા મેળવી જોજો.
૩. કરોડ રજ્જુમાથી એ.બી સી કેબલ રચનાનો વિચાર જન્મો.
૪. સ્વર પેટીમાંથી હાર્મોનિયમ કે કી-બોર્ડની કલ્પના. આપણી સ્વર પેટીમાં થી તમામ પ્રકારના સ્વર,સૂર અને અવાજો ઉત્પન્ન થઈ શકે છે કોઈ મિમિક્રી આર્ટિસ્ટ ને પૂછજો.
૫. હાથ-પગ અને આંગળીઓના સાંધાની તુલનાએ આવે તેવા મિજાગરા હજુ માણસ શોધી શક્યો નથી.શરીરમા તમામ પ્રકારના મિજાગરા, અને સાંધાની રચના જોવા મળે છે.
૬. રકતવાહિની ની પ્લમ્બીગ , અને પંપીંગ રચનામાં હજુ કેટલીયે નવી શોધની સંભાવના પડી છે.યુનિયન જોઈનટસ, અને વન વે વાલવની રચના અહીં થી મળી છે.
૭. વિશ્વમાં મગજથી મોટું બીજું કમ્પ્યુટર શોધાયું નથી.મગજની સંભાવના સમજવામાં આપણે હજુ કેટલાંયે યુગો લાગશે. સ્વપ્ન,અનોખી કલ્પનાઓ, અને ટેલિપથીની પણ ઉકેલ પહેલી સમજાશે પછીની દુનિયા અકલ્પનીય છે.
૮. ઉત્સર્જન ની ડ્રેનેજ સિસ્ટમ પણ સમજવામાં હજુ કેટલાક કુતુહલો સમાયેલા છે. લીલો કચરો,સુકો કચરો છુટ્ટો પાડી ને જ નિયમિત રીતે એક જ સમયે બહાર ફેંકવાની પ્રક્રિયા અદભુત છે. આપણી ડ્રેનેજ સિસ્ટમની જેમ સતસ વહેતી બહેતી હોત તો?
૯. સ્વસન આને ફેફસાં સૌથી જુનું ઑક્સીમિટર જ નથી પણ તેની લોહીના શુધ્ધીકરણની પ્રક્રિયા સમજાય તો મેડીકલ સાયન્સ માં અનેક નવી વિદ્યાશાખા ખુલી શકે
૧૦. જીભની સંવેદનશીલતાએ પહોંચવા વિજ્ઞાન હજુ ટુંકુ પડે છે. વાળનો નાનકડો ટુકડો પણ શરીરમાં જતો રોકી શકે તેવી સજાગ સંવેદના બીજે જોવા નહીં મળે.
૧૧. પાચનક્રિયાથી ખોરાકને લોહીમાં પરિવર્તિત કરતા માણસને આવડી જશે પછીના વિશ્વની કલ્પના પણ આપણે ન કરી શકીએ.
૧૨. ચામડીની સ્પર્શ સંવેદના આપણને ગાઢ ઊંઘમાંથી પણ જગાવી શકે. આ બધા આશ્ચર્યો થી પણ ઉપર જેને આપણે મન(દિલ) કહીએ છીએ તેમાં ભગવાન હોવાની સંભાવના ન નકારી શકાય.
૧૩. અને છેલ્લે, શરીરની Ingtegreted સિસ્ટમને સમજવાથી અનેક આવિષ્કાર શક્ય બનશે.
અને એટલે જ કહેવાયું છે શરીર જ નહીં કુદરતની તમામ રચનાઓને સમજવામાં આવે તેની ટેકનોલોજીનો જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગથી બીન હાનિકારક વિજ્ઞાનનો વિકાસ થશે સાચુ શિક્ષણ કુદરત અને જીવનની તમામ પ્રવૃત્તિઓ સાથે અનુબંધ ધરાવતી થશે ત્યાંરે સફળ બનશે.