ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર આ ઝટકો 6.1ની તીવ્રતાનો હતો. હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનની વિગતો સામે આવી નથી. યુએસ જિયોલિજકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતો. અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે લગભગ 200 લોકોના મોત થઈ ગયા છે. મોતના આ આંકડો હજૂ પણ વધી શકે છે. ઉપરાંત અન્ય કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર આવી રહ્યા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની જાણકારી આપી હતી, તેમા જણાવ્યું હતું કે, પાડોશી દેશમાં મોડી રાતે લગભગ બે કલાકને 24 મીનિટે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.1ની આંકવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા પાકિસ્તનના ઈસ્લામાબાદ સહિત બાકીના શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ ઝટકા અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા. પણ તેના કારણે લોકોમાં ડર ફેલાતા આમ તેમ ભાગવા લાગ્યા હતા.આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલ્તાનમાં મોટા ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા ફેસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં અનુભવાયા હતા.