કાચા અનાજમાંથી સ્વાદિષ્ટ પકવાનો તૈયાર કરવા રસોડામાં કરવામાં આવતી પ્રક્રિયાઓ ગરમ કરવું, ઉકાળવુ, બાફવુ, શેકવું, ઠારવું, દળવુ, ભરડવુ ચાળવુ ,ગળવું ,તળવુ , નિતારવુ , વઘારવું, સમારવું, પલાળવું,,પિસવુ ,વણવુ , ઉથલાવવુ , આથવુ, વલોવવુ, મેળવવુ , છૂટ્ટુ પાડવું , મસાલા ઉમેરવા અને અંતે પ્રેમથી પીરસવામાં સુધીની પ્રક્રિયાઓ જ ઉદ્યોગોમાં પણ કરવામાં આવે છે.
આ તમામ પ્રક્રિયા તો કાચામાલને ઈચ્છિત સ્વરૂપમાં ફેરવવા માટે કરાય છે. જો રસોડાને કૌશલ્ય શીખવવાની કાર્યશાળા તરીકે લેવાય તો જીવન સાફલ્ય માટે જરૂરી તમામ કૌશલ્યોનું ઘડતર થઈ શકે. જેમાં પ્રમાણભાન,સમયસુચકતા, રંગ, રૂપ, રસ, સ્વાદ, ઉપરાંત, Storkeeping, Cost control, recycling, Safty awareness, customer’s care, જેવી અનેક વિદ્યાઓ પણ કેળવાય છે. આ સંદર્ભે કરેલો એક પ્રયોગ અહીં પ્રસ્તુત લાગે છે.
હું જે જે ઉદ્યોગોમાં તાલીમ આપું છું તે પૈકીની એક ઈન્ડસ્ટ્રીના ત્રીશેક અધિકારીઓને વાર્ષિક લક્ષ્યાંકો નક્કી કરાવવા દિવ પાસે ના એક રિસોર્ટ પર લઈ ગયેલો. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં તાલીમના ભાગ રૂપે ત્રણ ટાઈમ નું ભોજન (લંચ) સૌએ જાતે (સ્વયં) તૈયાર કરવાનું હતું. આ ત્રણ ટંક માટે દસ દસ લોકોની ત્રણ ટીમ બનાવી હતી.જેમાં કરિયાણાની ખરીદી,બળતણ ,મેનુ, જથ્થો, રેસિપી, રાંધવું, પિરસવુ, અને સફાઈની જવાબદારી ઉપાડવાની હતી.અને સ્પર્ધા હતી કે કઈ ટીમ , સસ્તું, સ્વાદીષ્ટ,સમયસર, બગાડ રહિત, હેલ્ધી, સ્વચ્છ ભોજન જમાડી શકે છે?લક્ષ્ય નિરધારણની કવાયત સાથે સાથે Purchase, Bargaining, Cost control, Process Excellence, S.O.P, Proportion(પ્રમાણભાન),Test (Quality control), Test (Customer Setisfaction), Customer service,Team Building/ Team Spirit And Good housekeepingની તાલીમ પણ સફળ રહી.
તાલીમ ઍટલે માત્ર વ્યાખ્યાન નહીં, Excellence through involvement,and Practice.