વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી ત્રણ દિવસની મુલાકાત બાદ તુરંત જ પાકિસ્તાનથી માત્ર 130 કિ.મી. દૂર આવેલા ઉત્તર ગુજરાતના ડીસામાં બનનારા નવા એરફોર્સ સ્ટેશનની તબક્કાવાર કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં જ ડીસા એરબેસ પરરન -વેનો સરવે કર્યો હતો, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ (OLS) કહેવામાં આવે છે.
સરવેની આ કામગીરી ભારતીય સંરક્ષણ મંત્રાલયે સિંગાપોરની એક ખાનગી કંપનીને સોંપાઈ છે. તે અંતર્ગત સિંગાપોરથી DA62 પ્રકારના ટચૂકડું વિમાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યું હતું.આવા ખાસ પ્રકારના સરવે વિદેશી કંપનીઓ દ્વારા જ કરાય છે, જેમાં પાયલોટ પણ એકદમ સક્ષમ અને ફ્લાઈંગનો બહોળો અનુભવ ધરાવતા હોય છે. તેનું કારણ એ છે કે, વિમાનની મદદથી સરવે કરતી વખતે આડુંઅવળું અને ઊંચું નીચું લઈ કેલેબ્રેશન કરવામાં આવે છે. હવે આ સરવેનો રિપોર્ટ સંરક્ષણ મંત્રાલયને સોંપાશે. જેના દ્વારા આખા એરપોર્ટનો એક નકશો તૈયાર કરાશે અને ત્યારબાદ તબક્કાવાર કામગીરી શરૂ કરાશે.