ઇઝરાયલની સેના લેબનોનમાં ધુસી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે મંગળવારે સવારે આ જાણકારી આપી હતી. IDFએ સોમવારે રાત્રે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા સરહદ સાથેના ગામોમાં ‘મર્યાદિત’ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે.ઇઝરાયલની સેનાએ કહ્યું કે તેઓ સરહદ નજીકના ગામોને નિશાન બનાવી રહ્યા છે. અહીંથી હિઝબુલ્લા ઇઝરાયલ પર હુમલો કરે છે. IDFએ કહ્યું કે તેના સેનાએ હાલમાં જ આ હુમલા માટે ટ્રેનિંગ લીધી હતી.
IDFએ કહ્યું કે આ હુમલાઓ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી રહ્યા છે. આમાં ઇઝરાયલની એરફોર્સ તેમની મદદ કરી રહી છે. ઇઝરાયલે પહેલા જ અમેરિકાને હુમલાના પ્લાનિંગની જાણકારી આપી દીધી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે સોમવારે આ માહિતી આપી હતી. જો કે, તે સમયે તેણે તેનો સમય જણાવવાનો ઇનકાર કર્યો હતો. 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયલી દળો લેબનોનમાં ઘુસ્યા છે. ત્યારબાદ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 33 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. જેમાં 1100થી વધુ લેબનીઝ માર્યા ગયા હતા. તેમજ, ઇઝરાયલના 165 લોકો મૃત્યુ પામ્યા હતા.