ઓક્ટોબર મહિનો શરૂ થઈ રહ્યો છે. દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો છે. 1 ઓક્ટોબર એટલે કે આજે મંગળવારથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતો પર ફટકો પડ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઓક્ટોબરના પહેલા દિવસે 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આ મહિને તેની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
તાજેતરના સમયમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. IOCL અનુસાર ગયા મહિનાથી 1 સપ્ટેમ્બર, 2024 થી રાજધાની દિલ્હીમાં 19 કિલો LPG સિલિન્ડરની કિંમત 1652.50 રૂપિયાથી વધીને 1691.50 રૂપિયા થઈ ગઈ હતી. અહીં સિલિન્ડર દીઠ 39 રૂપિયાનો વધારો થયો છે. પહેલી ઓક્ટોબરે પણ 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવીનતમ ફેરફાર બાદ રાજધાની દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયાથી વધીને 1740 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. મુંબઈમાં તે 1644 રૂપિયાથી વધારીને 1692.50 રૂપિયા, કોલકાતામાં રૂપિયા 1802.50થી વધારીને 1850.50 રૂપિયા અને ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1903 રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી 1855 રૂપિયા હતી.