લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. ઘણાં લોકોને 3-4 મહિના બાદની તારીખો આપવામાં આવી રહી છે. જો કે હવે વાહન લાયસન્સ માટે ઘક્કા ખાવા નહીં પડે અને ઘરેથી લર્નિગ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા આપી શકાશે. આ માટે આગામી એક મહિનામાં જ પ્રક્રિયાનો અમલ થશે.
ITI અને WIAA સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે. નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે. રજિસ્ટ્રેશન કરાવી ફી ભરતા જ પરીક્ષાની તારીખ જનરેટ થશે. પરીક્ષામાં પૂછાતા 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા હોવા જરૂરી છે. અને જો 9 પ્રશ્ન સાચા હશે તો ત્વરિત લાયસન્સ જનરેટ થશે.ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાની પદ્ધતિ પહેલા જેવી જ રહેશે. જો ઇચ્છો તો, ઑનલાઇન parivahan.gov.in પર અથવા ઑફલાઇન અરજી કરી શકો છો. સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના નવા પરિવહન નિયમો 1 જૂન, 2024થી લાગુ છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તે 1000 થી 2000 રૂપિયાની વચ્ચે જ છે.