Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અવસર કેમિકલ ફેક્ટરીમાં છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ બનાવતા હતા

બે કિલો ડ્રગ્સ આરોપીઓએ મુંબઈમાં પણ સપ્લાય કર્યુ હતું : કંપનીનો માલિક અમેરિકામાં રહે છે

dharmendravaghela by dharmendravaghela
2024-10-22 11:27:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અંકલેશ્વરમાં કેમિકલ ફેક્ટરીમાં એસિટોન, પ્રોમો, ટ્રામાડોલ સહિત અન્ય કેમિકલને ચાર સ્ટેજમાં મૂકી એમડી ડ્રગ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અવસર કેમિકલ ફેક્ટરીમાં ભેજાબાજ એચઆર, લેબ ટેક્નિશિયન અને કેમિસ્ટ કરોડો રૂપિયાના ડ્રગ્સ બનાવતા હતા. પોલીસે જ્યારે કંપનીમાં રેડ કરી, ત્યારે ત્યાંથી 430 કિલોગ્રામ ડ્રગ્સ બનાવવા માટે રો-મટિરિયલ મળી આવ્યા છે. આ એમ ડી ડ્રગ્સ બનાવનાર કેમિકલના જાણકાર લોકો છે. જો આ રો-મટિરિયલથી ડ્રગ્સ બની ગયું હોત, તો તેની કિંમત ₹400 કરોડ જેટલી થશે.
અંકલેશ્વર જીઆઇડીસી એસ્ટેટમાં અવસર એન્ટરપ્રાઇસિસ નામની ફેક્ટરીમાં એમડી ડ્રગ્સનો જથ્થો બનાવનાર ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ કંપનીનો માલિક અનિલ અમીન અમેરિકા રહે છે, પરંતુ કંપની ચલાવવાની જવાબદારી તેણે આરોપી વિશાલ પટેલને આપી હતી. ટૂંક સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં પોતાના કંપનીમાં કામ કરનાર કેમિસ્ટ, એચઆર અને લેબ ટેક્નિશિયન સાથે મળીને આ લોકોએ ડ્રગ્સ બનાવવાનો ધંધો શરૂ કરી દીધો હતો. તેઓ છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ બનાવી રહ્યા હતા. બે કિલો ડ્રગ્સ આરોપીઓએ મુંબઈમાં પણ સપ્લાય કર્યુ છે.
ચાર સ્ટેજમાં આ લોકો ડ્રગ્સ બનાવતા હતા. ચાર સ્ટેજમાં ડ્રગ્સ બનાવવામાં લગભગ 15થી 20 દિવસ લાગતા હતા. ક્રિસ્ટલ ફોર્મથી પાવડર ફોર્મ અને ત્યાર પછી પાવડર ફોર્મથી ક્રિસ્ટલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે તેને હીટ આપવામાં આવતું હતું. સહેલાઈથી મળી જનાર કેમિકલથી આરોપીઓ એમડી ડ્રગ્સ બનાવતા હતા. એસિટોન, પ્રોમો, ટ્રામાડોલ સહિત અન્ય કેમિકલ સાથે એમડી ડ્રગ્સ આ લોકો બનાવી રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, વેલંજા ગામ પાસેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી બે કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત બે કરોડ રૂપિયા છે. આરોપીઓએ જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઇસિસ કંપની છે. જે કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલી છે. આ તમામ લોકો કર્મચારી છે. અલગ અલગ વિભાગમાં તેઓ કામ કરે છે.

Advertisement
Tags: 250-CR-drugs-avasar-enterprise-ankleshwar-gujara
Previous Post

બિશ્નોઈ મંદિરમાં જઈ માફી માગી લો, પરિવાર અને મિત્રો સુરક્ષિત રહેશે

Next Post

17 દિવસમાં ભાયલી ગેંગરેપમાં 6 હજાર પેજની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
17 દિવસમાં ભાયલી ગેંગરેપમાં 6 હજાર પેજની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ

17 દિવસમાં ભાયલી ગેંગરેપમાં 6 હજાર પેજની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ

ઝારખંડમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર : 21 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

ઝારખંડમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર : 21 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.