Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચૂંટણી પ્રચાર ભંડોળમાં હેરિસ ટ્રમ્પ કરતાં ઘણાં આગળ નીકળી ગયાં

કમલા હેરિસના પ્રચારકો અને ડેમોક્રેટિક જૂથોએ છેલ્લા ત્રણ મહિનામાં ૬૩૩ મિલિયન ડૉલર્સ ઉભા કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-10-23 11:41:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કમલા હેરિસના પ્રચારકો અને ડેમોક્રેટિક જૂથોએ છેલ્લા ત્રણ મહિનામાં ૬૩૩ મિલિયન ડૉલર્સ ઉભા કર્યા છે. આ સાથે કમલા હેરિસનું ચૂંટણી પ્રચાર ભંડોળ 1 અબજ ડોલર પહોંચ્યું છે. આ રીતે છેલ્લા તબક્કામાં હેરિસ ટ્રમ્પ કરતાં ઘણાં આગળ નીકળી ગયાં છે. કમલા હેરિસ માટે ડેમોક્રેટિક નેશનલ કમિટી અને સ્ટેટ લેવર કમીટીઝ સપ્ટેમ્બર મહિનામાં જ 359 મિલિયન ડોલર્સથી વધુ ભંડોળો એકત્રિત કર્યા હતાં. જ્યારે હેરિસે પોતાના પ્રચારકાર્ય દરમિયાન, સપ્ટેમ્બર મહિનામાં 222 મિલિયન ડોલર્સ ઉભા કર્યા હતા.
પૈસાની રેલમ છેલને લીધે હેરિસની ટીમે 270 મિલિયન ડોલર્સ જાહેર ખબરોનો મોટો મારો ચલાવ્યો હતો. મતદારો સુધી પહોંચવા તેમણે બિલ બોર્ડઝ મુકાવ્યાં છે, ટીવી, રેડિયો અને ઓનલાઈન પ્રચાર યુદ્ધ છેડી દીધું છે.
ફેડરલ ગવર્નમેન્ટને જાણવા મળ્યું છે કે હેરિસ કેમ્પેઇન કમીટી પાસે ઓક્ટોબરમાં 346 મિલિયન ડોલર્સ હાથ ઉપર હતા. ટ્રમ્પમાં ચૂંટણી પ્રચાર માટે રીપબ્લિકન નેશનલ કમિટીએ તથા તેને સંલગ્ન જૂથો સપ્ટેમ્બરનાં 160 મિલિયન ડોલર્સ અને ઓગષ્ટમાં 130 મિલિયન ડોલર્સ એકઠા કર્યા હતા. આ રીતે ઓક્ટોબરનાં પ્રારંભે બેન્ક એકાઉન્ટ 283 મિલિયન ડોલર્સ પહોંચ્યો હતો.
છેલ્લે મળતી માહિતી પ્રમાણે રવિવારે રાત્રે મુકેલા અંદાજ મુજબ ચૂંટણી ફંડમાં મળેલાં અનુદાનો પૈકી 95 ટકા અનુદાનો તો, 200 ડોલરથી નીચેનાં હતાં. આશરે 60 લાખ દાતાઓને 13.1 મિલિયન ડોલર્સ જેટલો ફાળો આપ્યો હતો. જે પૈકી 4.3 મિલિયન દાતાઓ તેવા છે કે જેમણે પહેલી જ વાર ફાળો આપ્યો હતો. ઉપપ્રમુખની ટીમે કહ્યું હતું કે સપ્ટેમ્બરના છેલ્લા વીક એન્ડમાં તેઓએ કેલિફોર્નિયામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે દરમિયાન તેઓ 55 મિલિયન ડોલર ઉભા કરી શક્યાં હતાં. જે પૈકી લોસ એન્જલસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેઓ 28 મિલિયન ડોલર ઉભા કરી શક્યાં. આ કાર્યક્રમમાં હોલિવૂડ સ્ટાર્સ જેસિકા આલ્બા લીલી ટોમ્લીન અને સ્ટીવી વન્ડર ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ પરફોર્મ પણ કર્યું હતું. સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પૂર્વ અધ્યક્ષ નેન્સી પેલોમી કમલાની સાથે ડાયસ પર હતાં.

Tags: donald trumpkamala harrisUSA
Previous Post

બેંગલુરુમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ : 5ના મોત

Next Post

મહા વિકાસ અઘાડી માં સધાઈ સહમતી : આજે સીટ વહેંચણીની જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મહા વિકાસ અઘાડી માં સધાઈ સહમતી : આજે સીટ વહેંચણીની જાહેરાત

મહા વિકાસ અઘાડી માં સધાઈ સહમતી : આજે સીટ વહેંચણીની જાહેરાત

વાવાઝોડું ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે : ભારેથી અતિભારે વરસાદની સંભાવના

વાવાઝોડું 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે : ભારેથી અતિભારે વરસાદની સંભાવના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.