ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક વન-ડે કપ ટુર્નામેન્ટમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ટીમે 1 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. પર્થના WACA ગ્રાઉન્ડ પર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા વચ્ચે રમાયેલી મેચમાં એક સમયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમે 2 વિકેટના નુકસાન પર 52 રન બનાવી લીધા હતા, પરંતુ આખી ટીમ 53 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. છેલ્લા 7 બેટર્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
આ મેચમાં તાસ્માનિયાની ટીમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા તરફથી એરોન હાર્ડી અને ડાર્સી શોર્ટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ટીમની પહેલી વિકેટ 10 રન પર એરોન હાર્ડીના રૂપમાં 7 રન પર પડી હતી. આ પછી કેમરૂન બેનક્રોફ્ટ અને ડાર્સી શોર્ટે ઇનિંગ સંભાળી હતી. પરંતુ તે 22ના સ્કોર પર શોર્ટ આઉટ થયો હતો.
આ સમયે ટીમનો સ્કોર 45 રન હતો. આ પછી કેમરૂન બેનક્રોફ્ટ 14 રને અને વિકેટકીપર જોસ ઇંગ્લિ, 1 રન પર આઉટ થયો હતો. સ્કોરમાં વધુ 7 રન ઉમેરાયા હતા પરંતુ 52 રન સુધી પહોંચ્યા બાદ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમે વધુ 5 વિકેટ ગુમાવી દીધી હતી જેના કારણે ટીમના 7 ખેલાડીઓ 52ના સ્કોર સુધી પેવેલિયન પરત ફર્યા હતા. આ સ્કોરમાં વધુ એક રન ઉમેર્યા બાદ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 53ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટીમના છેલ્લા 7 બેટર્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા, જેમાં કેપ્ટન એશ્ટન અગર અને કૂપર કોનોલીનું નામ પણ સામેલ હતું.
વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ટીમની ઇનિંગ્સને માત્ર 53 પર ઘટાડવા માટે, તાસ્માનિયા ટીમના બોલર બ્યુ વેબસ્ટરે 6 ઓવરમાં 2 મેડન્સ સાથે 17 રન આપ્યા અને 6 વિકેટ પોતાના નામે કરી. આ સિવાય બિલી સ્ટેનલેકે 3 જ્યારે ટોમ રોજર્સે 1 વિકેટ ઝડપી હતી. જ્યારે તસ્માનિયાની ટીમે 54 રનનો ટાર્ગેટ માત્ર 8.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. તાસ્માનિયા તરફથી મિચેલ ઓવેને 29 રન અને મેથ્યુ વેડે 21 રન બનાવ્યા હતા.