અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો નિર્ણય આપતા ગર્ભપાતના અધિકારને સમાપ્ત કરી દીધો છે. આ કાયદા અંતર્ગત અમેરિકી મહિલાઓની પાસે અધિકાર હતો કે, તે ગર્ભપાત કરવો અથવા તો ન કરવો, તે જાતે નિર્ણય લઈ શકતી હતી. તેની સાથે જ કોર્ટે લગભગ 50 વર્ષ જૂના 1973ના ઐતિહાસિક ‘રો વી વેડ’ના નિર્ણયને ફેરવી તોળ્યો છે. જેનાથી મહિલાઓને ગર્ભપાતના અધિકારને સુનિશ્ચિત કરવામાં આવ્યો અને કહ્યું હતું કે, અલગ અલગ રાજ્ય સ્વંય પ્રક્રિયાને અનુમતી આપી શકે છે અથવા તો પ્રતિબંધિત કરી શકે છે.
કોર્ટનો આ ચુકાદો ડોબ્સ વિ. જૈક્સન મહિલા સ્વાસ્થ્ય સંગઠનના નિર્ણાયક કેસમાં આવ્યો હતો. જેમાં મિસિસિપીના અંતિમ ગર્ભપાત ક્લિનિકના 15 અઠવાડીયા બાદ ગર્ભપાત પર પ્રતિબંધ લગાવવા અને તેની પ્રક્રિયામાં રોને ફેરવીને રાજ્યના પ્રયાસોનો વિરોધ કર્યો. ન્યાયમૂર્તિ સૈમુઅલ અલિટો દ્વારા લેખિત બહુમતના મતમાં કહેવાયુ હતું કે,ગર્ભપાત એક ઉંડૌ નૈતિક મુદ્દો છે. જેના પર અમેરિકી લોકો વિરોધી વિચાર રાખે છે. અમે માનીએ છીએ કે, રો અને કેસીને રદ કરી દેવા જોઈએ. સંવિધાન પ્રત્યેક રાજ્યના નાગરિકોને ગર્ભપાતના નિયમન અથવા પ્રતિબંધિત કરવા માટે પ્રતિબંધિત નથી. હકીકતમાં હાલમાં જ અમેરિકામાં ગર્ભપાત કરાવવાના કેસોમાં તોતિંગ વધારો થયો છે. મહિલાને ગર્ભપાતનો અધિકાર મળવો જોઈએ કે નહીં તેને લઈને ધાર્મિક માન્યતાઓ જવાબદાર રહેલી છે. તે રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સની વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે. આ વિવાદ 1973માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, અને જેને રો વિ વેડ કેસના નામથી ઓળખાય છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું
કોર્ટે કહ્યું કે, સંવિધાન ગર્ભપાતના કોઈ સંદર્ભ આપતો નથી. અને જો આવો કોઈ અધિકાર કોઈ પણ સંવૈધાનિક જોગવાઈ દ્વારા સંરક્ષિત નથી. 1973ના ચુકાદાને ફેરવીને ફરીથી અલગ અલગ અમેરિકી રાજ્યોને ગર્ભપાત પર પ્રતિબંધ લગાવાની મંજૂરી મળી જશે. ઓછામાં ઓછા 26 રાજ્યોમાંથી આવું જલ્દીમાં જલ્દી કરવાની આશા છે.
દેશભરમાં વિરોધ શરૂ
કોર્ટના આ ચુકાદા બાદ અમેરિકામાં તરત વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. લોકો આ ચુકાદા વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. અને પ્રાઈવસીનો ભંગ ગણાવી રહ્યા છે. સ્થિતિ તણાવપૂર્ણ જોતા અમરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદન બહાર પાડીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી. બાઈડેને લોકોને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો દેશને પાછળ લઈ જનારો છે. તેની દેશની પ્રતિષ્ઠા પર વિપરિત અસર થશે.