મણિપુરના કુકી સંગઠને કેટલીક ઓડિયો ક્લિપ્સને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે CM બિરેન સિંહે મણિપુરમાં હિંસા ભડકાવી છે.આ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે લીક થયેલા ઓડિયોમાં અવાજ મુખ્યમંત્રી બિરેન સિંહનો છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. અમે આ તપાસ માટે તૈયાર છીએ.
ખરેખરમાં, મણિપુરમાં હિંસા સંબંધિત કેટલીક ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં બિરેન સિંહને કુકી લોકો પર બોમ્બ ધડાકા અને હથિયારો લૂંટવાની વાત કરતા સાંભળવામાં આવ્યા હતા. કુકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ ટ્રસ્ટે મણિપુરના CM વિરુદ્ધ તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું- કેસની તપાસ CBI કે ED દ્વારા નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા પસંદ કરાયેલા અધિકારીઓની બનેલી SIT દ્વારા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં ખંડપીઠે અરજી સ્વીકારતા અરજદારને ઑડિયો ક્લિપની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.