ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે તેવા સમયે મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પર્સનલ સેક્રેટરીના નિવાસસ્થાન સહીતના સ્થળોએ આવકવેરા વિભાગે મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરતાં ખળભળાટ સર્જાયો છે. રાંચી-જમશેદપુર સહિતના શહેરોમાં અંદાજીત દોઢ ડઝન સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચૂંટણી પૂર્વે જ આવકવેરા દરોડાના તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો પડવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. સુત્રોમાંથી સાંપડેલી માહિતી પ્રમાણે ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનના અંગત સચીવ સુનિલ શ્રીવાસ્તવ તથા તેમની સાથે સંકળાયેલા લોકો, પર આજે સવારથી આવકવેરા વિભાગે મોટાપાયે દરોડા ઓપરેશન શરૂ કર્યું હતું. રાંચીમાં સાત તથા જમશેદપુરમાં નવ સ્થળોએ સામુહીક દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તેમના નિવાસસ્થાન ઉપરાંત ઓફીસ તથા અન્ય ખાનગી સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.હવાલા મારફત નાણાંકીય વ્યવહારો થયા હોવાની બાતમીનાં આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુનીલ શ્રીવાસ્તવ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં અંગત સચીવ હોવા ઉપરાંત ઝારખંડ મુકિત મોરચાની કેન્દ્રીય સમિતિનાં શહેરોમાંથી અધિકારીઓના કાફલાને ઉતાર્યો હતો.100 થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરોડાના કોઈ ઉગ્ર પ્રત્યાઘાતો ન પડે તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. રાજયમાં ચૂંટણી ટાણે મુખ્યમંત્રીના પીએ પર દરોડાના રાજકીય પ્રત્યાઘાતો પડવાની આશંકા છે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો રાજકીય ઉપયોગ કરતી હોવાના આક્ષેપો થતા જ રહ્યા છે.