મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (યુબિટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે ચૂંટણી પ્રચાર માટે યવતમાલના વાણી એરપોર્ટ પર પહોંચ્યા હતા. હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જ ચૂંટણી પંચના અધિકારીઓ તેમની બેગ તપાસવા આવ્યા, જેના કારણે ઉદ્ધવ ગુસ્સે થઈ ગયા. ઉદ્ધવે બેગ ચેક કરતા અધિકારીઓનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.
વીડિયોમાં ઉદ્ધવ અધિકારીઓને મોદી – શાહની બેગ ચેક કરવાની માંગ કરતા જોવા મળ્યા હતા. તેણે કહ્યું – “મારી બેગ તપાસો. જો તમે ઇચ્છો તો તમે મારા યુરિન પોટ પણ ચેક કરી શકો છો. પરંતુ હવે મને તમે લોકો મોદીની બેગ ચેક કરતા હોવાનો વીડિયો જોઈએ છે. ત્યાં તમારી પૂંછડી વાળશો નહીં. ખોલો અને તમે જે જોઈએ તે જુઓ. હું આ વિડિયો બહાર પાડી રહ્યો છું.”