જતીન સંઘવી: ભાવનગર શહેરમાં કોરોના બેફામ બન્યો હોય તેમ આજે એક સાથે 30 કેસ નોંધાતા ચિંતા જોવા મળી રહી છે. શહેરમાં 30 કેસ નોંધાયા તેમાંથી 17 કેસ સરકારી નર્સિંગ કોલેજ અને સર ટી.ની નર્સિંગ હોસ્ટેલના જ છે. જયારે આનંદનગર, ખેડૂતવાસ, તિલકનગર, સુભાષનગર, શહેર ફરતી સડક, કાળિયાબીડ વિગેરે વિસ્તારના મળી 30 કેસ સામે આવ્યા છે. આજે નોંધાયેલા 30 કેસમાં આનંદનગર જુના 3 માળીયામાં 4 વર્ષની બાળકી અને બોરડીગેટ એમ.જી.સોસાયટીમાં 5 વર્ષનું બાળક પણ કોરોનામાં સપડાયું છે.