વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોર્જટાઉનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તેઓને પ્રયાગરાજ મહાકુંભ-2025 અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
પીએમ મોદીએ જ્યોર્જટાઉનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભારતીયોને પ્રયાગરાજ અને અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં શરૂ થવા જઈ રહેલા મહાકુંભ-2025ની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાને એનઆરઆઈને કહ્યું હતું કે, ‘આગામી વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે, હું તમને તમારા પરિવાર અને મિત્રો સાથે આ મહાંકુભમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરું છું. તમે અયોધ્યામાં રામ મંદિર પણ જોઈ શકો છો.’
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે, ‘છેલ્લા દાયકામાં ભારતની સફર સ્કેલ, ઝડપ અને ટકાઉપણાની રહી છે. માત્ર 10 વર્ષમાં, ભારત 10મા સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે અને ટૂંક સમયમાં આપણે ત્રીજ સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશું. અમારા યુવાનોએ અમને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે’
પીએમ મોદીનો પાંચ દિવસનો પ્રવાસ સમાપ્ત થયો
વડાપ્રધાને ગુયાનામાં કાર્યક્રમના સમાપન બાદ કેટલીક તસવીરો પણ શેર કરી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દેશોનો પાંચ દિવસનો પ્રવાસ સમાપ્ત થયો. વડાપ્રધાને આ પ્રવાસમાં પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરીયાની પણ મુલાકાત લીધી હતી. આ પછી તેણે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G-20 દેશોની સમિટમાં પણ ભાગ લીધો હતો. વડાપ્રધાન મુલાકાતના છેલ્લા તબક્કામાં ગુયાના પહોંચ્યા હતા.