ભારત અને શ્રીલંકાની નૌસેનાએ સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં બે બોટમાંથી લગભગ 500 કિલો માદક દ્રવ્ય (ક્રિસ્ટલ મેથ) જપ્ત કર્યું છે. એક સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય નૌકાદળ અને શ્રીલંકાના નૌકાદળે અરબી સમુદ્રમાં બે બોટમાંથી અંદાજે 500-કિલો નાર્કોટિક્સ (ક્રિસ્ટલ મેથ) જપ્ત કર્યું હતું. બે બોટ, ક્રૂ અને જપ્ત કરાયેલ માદક દ્રવ્યોની સાથે, આગળની કાયદેસરની કાર્યવાહી માટે શ્રીલંકાના અધિકારીઓને સોંપવામાં આવી રહી છે.
આ સંયુક્ત ઓપરેશન શ્રીલંકાના નૌકાદળ પાસેથી મળેલી ગુપ્ત માહિતીને આધારે પાર પાડવામાં આવ્યું હતું. બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરતા, ભારતીય નૌકાદળે સામેલ નૌકાઓને અટકાવવા માટે એક ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશન ભારતીય નૌકાદળની હવાઈ અસ્કયામતો દ્વારા વ્યાપક દેખરેખ સાથે શ્રીલંકાની નૌકાદળ અને ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર – હિંદ મહાસાગર ક્ષેત્રના સતત ઇનપુટ્સ પર આધારિત હતું. આ પ્રયાસોને કારણે બે ફિશિંગ બોટની ઓળખ કરવામાં આવી હતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાની શંકા હતી.