પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને અન્ય લોકોના ધર અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. ED દ્વારા કેસ નોંધ્યા બાદ હવે ઘર અને ઓફિસોની તપાસ કરવામાં આવી રહી છે.કુન્દ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે.