બાંગ્લાદેશમાં હિંદુ પર સતત વધી રહેલા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હવે સરકારે તેમના બે અનુયાયીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં ભોજન આપવા ગયા હતા ત્યારે કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશ સરકારે ઇસ્કોન અને હિંદુ સમુદાયના સભ્યો દ્વારા ભારે અને સતત વિરોધ કર્યા પછી હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ પ્રભુ દાસ માટે ભોજનની મંજૂરી આપી હતી.
ચિન્મય કૃષ્ણ દાસ માટે ‘વૈષ્ણવ’ રસોઇયા રસોઇયા દ્વારા તૈયાર કરાયેલ ભોજન પૂરૂ પાડવા માટે મંજૂરી મેળવવામાં આવી છે. આ ઉપરાંત ઈસ્કોનના પૂજારી માટે નવા વાસણોની ખરીદી કરવામાં આવી છે.અહેવાલો મુજબ, ચિન્મય પ્રભુને બપોરે 3 વાગ્યે ભોજન મળ્યું હતું અને તેમને કડક સુરક્ષા હેઠળ વિશેષ સેલમાં રાખવામાં આવ્યા છે.