મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઇને હજુ પણ સસ્પેન્સ છે. મહાયુતિને બહુમત મળ્યા બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી નથી. મુંબઇથી દિલ્હી સુધી મહાયુતિમાં બેઠકો ચાલી રહી છે. જોકે,આ પહેલા જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે મુખ્યમંત્રીની શપથવિધિ યોજાઇ શકે છે.
5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની શપથવિધિ યોજાઇ શકે છે. મુંબઇના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રીના શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મંડપ તૈયાર છે પરંતુ મુખ્યમંત્રી કોણ તે હજુ નક્કી નથી.મહારાષ્ટ્રના મંત્રી મંડળમાં મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને અન્ય મળી કૂલ 23 મંત્રી બનશે.
શિદે જૂથ નાણાં ખાતાની માંગ કરી રહ્યું છે બીજી તરફ અજિત પવાર જૂથ આ ખાતું છોડવા માટે તૈયાર નથી. અજિત પવાર જૂથે નાણાં ઉપરાત કૃષિ વિભાગની પણ માંગ કરી છે. રાજ્યમાં પાંચ મુખ્ય વિભાગોમાં વિભાજન થવાનું છે. જેમાં ગૃહ, નાણાં, મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગનો સમાવેશ થાય છે. ભાજપ પાસે આમાંથી બે વિભાગ હોઈ શકે છે. એનસીપી અને શિવસેનાને એક-એક વિભાગ જશે.શિવસેનામાંથી એક ડઝન અને NCPમાંથી નવ કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.